શું તમે ડેવલપર છો?
તમારી Chrome ઍપને પબ્લિશ કરોઅમે 27 જાન્યુઆરી, 2024ના રોજ અમારી સેવાની શરતો અપડેટ કરી છે. વધુ વિગતો માટે, અમે મુખ્ય ફેરફારોનો સારાંશ પણ નીચે આપ્યો છે.
1.1 Google Chrome વેબ સ્ટોર (“વેબ સ્ટોર”)નો ઉપયોગ કરીને, તમે https://policies.google.com/terms પર આવેલી Google સેવાની શરતો, https://policies.google.com/privacy પર આવેલી Google પ્રાઇવસી પૉલિસી અને વેબ સ્ટોરની આ સેવાની શરતો (કુલ મળીને કહેવાતી "શરતો") સ્વીકારો છો અને તેના સાથે બંધાવા માટે સંમત થાઓ છો.
1.2 Google Chromeના જોડાણમાં ઉપયોગ માટે તમે વેબ સ્ટોરનો (Google Chrome સંબંધિત ઉપયોગ માટે બનાવાયેલા અને વેબ સ્ટોર મારફત વિતરિત થતા સૉફ્ટવેર, કન્ટેન્ટ અને ડિજિટલ મટિરિયલ તરીકે વ્યાખ્યાયિત) પ્રોડક્ટને બ્રાઉઝ કરવા, શોધવા અને ડાઉનલોડ કરવા માટે ઉપયોગ કરી શકો છો. આમાંની કેટલીક પ્રોડક્ટની ઑફર Google દ્વારા કરવામાં આવતી હોઈ શકે છે, જ્યારે અન્ય પ્રોડક્ટ Google સાથે સંકળાયેલા ન હોય તેવા ત્રીજા પક્ષો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. તમે સંમત થાઓ છો કે Google વેબ સ્ટોર પર એવી કોઈપણ પ્રોડક્ટ માટે જવાબદાર નથી જેનો Google સિવાયના સૉર્સમાંથી ઉદ્ભવ થતો હોય.
1.3 તમે (1) જ્યારે તમારી સમક્ષ સંમત થવા અથવા સ્વીકારવા માટે પ્રસ્તુત કરવામાં આવે ત્યારે આ વિકલ્પો પર ક્લિક કરીને અથવા (2) વેબ સ્ટોર ઍપ્લિકેશન અથવા વેબ સેવાનો ખરેખર ઉપયોગ કરીને શરતો સ્વીકારો છો.
1.4 વેબ સ્ટોરનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર 13 વર્ષ અથવા તેથી વધુ હોય તે આવશ્યક છે. જો તમારી ઉંમર 13 અને 18 વર્ષની વચ્ચે હોય, તો તમે વેબ સ્ટોરનો ઉપયોગ કરવા માટે તમારા માતાપિતા અથવા કાયદેસરના વાલીની પરવાનગી ધરાવતા હો તે આવશ્યક છે.
2.1 તમે સંમત થાઓ છો કે Google સામાન્ય રીતે આગોતરી નોટિસ આપ્યા વિના Googleની વિવેકબુદ્ધિને આધારે, તમને અથવા વપરાશકર્તાઓને વેબ સ્ટોર (અથવા વેબ સ્ટોર અંતર્ગત આવતી કોઈપણ સુવિધા) આપવાનું અટકાવી (કાયમી કે હંગામી રીતે) શકે છે.
2.2 તમે સંમત થાઓ છો કે જો Google તમારા એકાઉન્ટનો ઍક્સેસ બંધ કરે, તો કદાચ તમને વેબ સ્ટોર, તમારી એકાઉન્ટ વિગતો અથવા તમારા એકાઉન્ટમાં સંગ્રહિત કોઈપણ ફાઇલ અથવા અન્ય પ્રોડક્ટને ઍક્સેસ કરતાં રોકવામાં આવી શકે છે.
2.3 Google દ્વારા વેબ સ્ટોર ઍપ્લિકેશનના યૂઝર ઇન્ટરફેસમાં (પ્રોડક્ટ શોધવાની, ડાઉનલોડ કરવાની અને કાઢી નાખવાની રીત સહિત) વેબ સ્ટોરના ઉપયોગ અને સંચાલન માટે સપોર્ટ આપવામાં આવે છે. વેબ સ્ટોર પર ડેવલપર દ્વારા વિતરિત થતી પ્રોડક્ટ માટે Google ગ્રાહક સેવા આપતું નથી. દરેક ડેવલપર તેઓ દ્વારા આપવામાં આવતી ગ્રાહક સેવાનું સ્તર નિર્ધારિત કરવા માટે જવાબદાર છે અને તમારે તેઓનો સીધો જ સંપર્ક કરવો જોઈએ.
3.1 વેબ સ્ટોરમાં અમુક સેવાઓ ઍક્સેસ કરવા માટે, તમારે તમારું નામ, ઇમેઇલ ઍડ્રેસ, Google એકાઉન્ટ વિશેની માહિતી, સરનામું અને બિલિંગ વિગતો જેવી તમારા વિશેની માહિતી આપવી જરૂરી હોઈ શકે છે. તમે સંમત થાઓ છો કે તમારા દ્વારા Googleને આપવામાં આવતી આવી કોઈપણ માહિતી હંમેશાં સચોટ, સાચી અને અપ ટૂ ડેટ હશે.
3.2 તમે વેબ સ્ટોરનો ઉપયોગ માત્ર એવા હેતુઓ માટે જ કરવા સંમત થાઓ છો જેને (a) શરતો અને (b) સંબંધિત અધિકાર ક્ષેત્રમાં લાગુ થતા કોઈપણ કાયદા, નિયમન અથવા સામાન્ય રીતે સ્વીકૃત વ્યવહારો અથવા દિશાનિર્દેશો દ્વારા મંજૂરી પ્રાપ્ત હોય. તમે નિકાસ પર લાગુ થતા બધા નિયંત્રણોનું પાલન કરવા સંમત થાઓ છો, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સના કોમર્સ ડિપાર્ટમેન્ટના એક્સપોર્ટ ઍડમિનિસ્ટ્રેશન રેગ્યુલેશન અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ઑફિસ ઑફ ફૉરેન અસેટ કન્ટ્રોલ દ્વારા સંચાલિત મંજૂરીઓ સંબંધિત પ્રોગ્રામ શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી. વેબ સ્ટોરનો ઉપયોગ કરીને તમે પ્રતિનિધિત્વ કરો છો અને બાંહેધરી આપો છો કે તમારા પર યુએસના કે નિકાસ માટે લાગુ થતા અન્ય કાયદા હેઠળ નિકાસ કે સેવાઓ મેળવવા સંબંધિત પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. પ્રોડક્ટના ડાઉનલોડ, ઇન્સ્ટૉલેશન અને/અથવા ઉપયોગ વિષયક તમામ સ્થાનિક કાયદા અને નિયમનોનું પાલન કરવા તમે સંમત થાઓ છો.
3.3 Google સાથેના અલગ કરારમાં તમને વિશિષ્ટપણે મંજૂરી આપવામાં ન આવી હોય, તો તમે Google દ્વારા પૂરા પાડવામાં આવેલ ઇન્ટરફેસ સિવાય અન્ય માધ્યમ દ્વારા વેબ સ્ટોર ઍક્સેસ નહીં કરવા (અથવા ઍક્સેસ કરવાનો પ્રયાસ ન કરવા) સાથે સંમત થાઓ છો. તમે કોઈપણ ઑટોમૅટિક રીતે સંચાલિત માધ્યમ દ્વારા (સ્ક્રિપ્ટ, ક્રૉલર અથવા તેના જેવી ટેક્નોલોજીના ઉપયોગ સહિત) વેબ સ્ટોરને ઍક્સેસ નહીં કરવા (અથવા ઍક્સેસ કરવાનો પ્રયાસ ન કરવા) સાથે વિશિષ્ટપણે સંમત થાઓ છો અને તમારે વેબ સ્ટોરની વેબસાઇટ પર હાજર હોય તેવી કોઈપણ robots.txt ફાઇલમાં સેટ કરેલી સૂચનાઓનું પાલન કરવાની ખાતરી આપવાની રહેશે.
3.4 તમે સંમત થાઓ છો કે તમે એવી કોઈપણ ઍક્ટિવિટી નહીં કરો જે વેબ સ્ટોરમાં (અથવા વેબ સ્ટોર સાથે કનેક્ટ કરેલા સર્વર અને નેટવર્કમાં) દખલગીરી કરતી હોય અથવા અંતરાય ઊભો કરતી હોય. તમે સંમત થાઓ છો કે તમે વેબ સ્ટોરમાં જોવા મળતી કોઈપણ પ્રોડક્ટનો એવી રીતે ઉપયોગ નહીં કરો કે જેથી Google અથવા કોઈપણ ત્રીજા-પક્ષ દ્વારા સંચાલિત સર્વર, નેટવર્ક અથવા વેબસાઇટમાં ખલેલ પહોંચે અથવા અંતરાય ઊભો થાય.
3.5 Google સાથે થયેલા કોઈ અલગ કરારમાં તમને ખાસ કરીને આમ કરવાની મંજૂરી આપવામાં ન આવી હોય, તો તમે સંમત થાઓ છો કે તમે કોઈપણ હેતુ માટે વેબ સ્ટોરનું રિપ્રોડક્શન, ડુપ્લિકેશન, તેની કૉપિ, વેચાણ, વ્યાપાર કે ફરી વેચાણ કરશો નહીં. તમે સંમત થાઓ છો કે તમે વેબ સ્ટોર પરની કોઈપણ પ્રોડક્ટનું કોઈપણ હેતુ માટે રિપ્રોડક્શન, ડુપ્લિકેશન, તેની કૉપિ, વેચાણ, વ્યાપાર કે ફરી વેચાણ કરશો નહીં, સિવાય કે આવી પ્રોડક્ટના ડેવલપર સાથેના અલગ કરારમાં તમને ખાસ કરીને આમ કરવાની મંજૂરી આપવામાં આવી હોય.
3.6 તમે સંમત થાઓ છો કે તમે વેબ સ્ટોરના અને કોઈપણ પ્રોડક્ટના તમારા ઉપયોગ, શરતો હેઠળના તમારા કર્તવ્યોનો કોઈપણ પ્રકારનો ભંગ અને આવા કોઈપણ ભંગના (Googleને ભોગવવા પડી શકે તેવા કોઈપણ નુકસાન અથવા ક્ષતિ સહિતના) પરિણામો માટે અનન્યપણે જવાબદાર છો (અને તે કે Google આ માટે તમને અથવા કોઈપણ ત્રીજા પક્ષને જવાબદાર નથી).
3.7 તમે સંમત થાઓ છો કે Google અને/અથવા ત્રીજા પક્ષો વેબ સ્ટોર અને વેબ સ્ટોર મારફતે ઉપલબ્ધ પ્રોડક્ટમાં અને તેના પ્રતિ તમામ હક, અધિકાર અને હિત ધરાવે છે, જેમાં પ્રોડક્ટમાં લાગુ પડતા તમામ બૌદ્ધિક સંપદા હકોનો કોઈ મર્યાદા વગર સમાવેશ થાય છે. "બૌદ્ધિક સંપદા હકો"નો અર્થ છે પેટન્ટ કાયદો, કૉપિરાઇટનો કાયદો, ટ્રેડ સિક્રેટ કાયદો, ટ્રેડમાર્ક કાયદો, અન્યાયી સ્પર્ધાના કાયદા હેઠળ અસ્તિત્વમાં આવતા કોઈપણ અને બધા અધિકારો અને વૈશ્વિક ધોરણે અન્ય કોઈપણ અથવા તમામ ખાનગી માલિકીના અધિકારો. તમે સંમત થાઓ છો કે તમે નીચેની બાબતો કરશો નહીં અને કોઈ પણ ત્રીજા પક્ષને આ માટે મંજૂરી આપશો નહીં, (i) અન્ય રીતે મંજૂરી આપવામાં આવી ન હોય, તો પ્રોડક્ટમાંથી સૉર્સ કોડની કૉપિ, વેચાણ, લાઇસન્સ, વિતરણ, ટ્રાન્સફર, ફેરફાર, સ્વીકાર, અનુવાદ, તેમાંથી પ્રકાશિત નકલ બનાવવી, ડીકમ્પાઇલ કરો, રિવર્સ એન્જિનિયરિંગ, ડિસએસેમ્બલ અથવા અન્યથા મેળવવાનો પ્રયાસ કરવો, (ii) પ્રોડક્ટમાં સમાવેશ થયેલી કોઈપણ કાર્યક્ષમતા (જેમાં ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ અથવા ફૉરવર્ડ-લૉક કાર્યક્ષમતાનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પૂરતું જ મર્યાદિત નથી) દ્વારા પૂરા પાડવામાં, ગોઠવવામાં, લાગુ કરવામાં આવેલા સુરક્ષા અથવા કન્ટેન્ટ વપરાશ સંબંધિત નિયમોને ટાળવા અથવા પ્રભાવહીન કરવા માટે કોઈપણ પગલાં લેવા, (iii) કોઈપણ કાયદાનો અથવા ત્રીજા પક્ષના અધિકારોનો ભંગ થતો હોય તે રીતે કન્ટેન્ટનું ફૉર્મેટ બદલવા, ઍક્સેસ, કૉપિ, ટ્રાન્સફર અથવા રિટ્રાન્સમિટ કરવા માટે પ્રોડક્ટનો ઉપયોગ કરવો અથવા (iv) Googleની અથવા કોઈપણ ત્રીજા પક્ષની કૉપિરાઇટની સૂચનાઓ, ટ્રેડમાર્ક અથવા પ્રોડક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવેલા અથવા જોડાયેલા અન્ય ખાનગી માલિકીના અધિકારોની સૂચનાઓ કાઢી નાખવી, છુપાવવી અથવા તેમાં ફેરફાર કરવા.
3.8 Google, વેબ સ્ટોર પરથી કોઈપણ અથવા તમામ પ્રોડક્ટને પ્રી-સ્ક્રીન કરવાનો, રિવ્યૂ કરવાનો, ચિહ્નિત કરવાનો, ફિલ્ટર કરવાનો, ફેરફાર કરવાનો, નકારવાનો અથવા કાઢી નાખવાનો અધિકાર આરક્ષિત રાખે છે (પરંતુ આ તેનો બંધનકારક કરાર રહેશે નહીં). જોકે, તમે સંમત થાઓ છો કે વેબ સ્ટોરના ઉપયોગ દ્વારા તમે એવી પ્રોડક્ટના સંપર્કમાં આવી શકો જે તમને અપમાનજનક, અભદ્ર અથવા વાંધાજનક લાગે અને એ કે તમે વેબ સ્ટોરનો ઉપયોગ તમારા જોખમે કરો છો.
3.9 પરત કરવી: વેબ સ્ટોરમાંથી ખરીદેલી કોઈપણ પ્રોડક્ટને લાગુ પડતી કોઈપણ ફીનું સંપૂર્ણ રિફંડ લેવા માટે તેને પરત કરવા માટે તમારી પાસે (ડાઉનલોડ કર્યાથી નહીં પણ) ખરીદી કર્યાથી 30 મિનિટનો સમય હોય છે. તમે મેળવેલી પ્રોડક્ટને માત્ર એક વાર પરત કરી શકો છો; જો તમે પાછળથી તે જ પ્રોડક્ટ ફરીથી ખરીદો, તો તમે તેને બીજી વાર પરત કરી શકશો નહીં. જ્યારે પ્રોડક્ટને પરત કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય, ત્યારે તે તમને વેબ સ્ટોર યૂઝર ઇન્ટરફેસ મારફત ઉપલબ્ધ કરાવવામાં આવશે.
3.10 ચાર્જબૅક અને બિલિંગ વિવાદો: વેબ સ્ટોર પરથી ખરીદી કરવામાંથી ઉદ્ભવતા બિલિંગ વિવાદો માટે Google જવાબદાર નથી. વિવાદને આધારે બિલિંગની બધી સમસ્યાઓને ડેવલપર, ચુકવણી પ્રક્રિયક કે તમારી ક્રેડિટ કાર્ડ કંપનીને યોગ્ય રીતે મોકલવી જોઈએ.
3.11 રેટિંગ, રિવ્યૂ અને સપોર્ટ સંબંધિત સમસ્યાઓ પોસ્ટ કરવા વિશેની પૉલિસીઓ: રેટિંગ અને રિવ્યૂ સહાયરૂપ તથા વિશ્વસનીય હોવા જોઈએ. લોકો સાથે સહાયરૂપ પ્રતિસાદ શેર કરવાની શ્રેષ્ઠ રીત છે Chrome વેબ સ્ટોર પર કન્ટેન્ટનો રિવ્યૂ કરવો અને તેને કારણે Chrome વેબ સ્ટોરના અન્ય વપરાશકર્તાઓને ઉત્તમ કન્ટેન્ટ તથા સેવાઓ શોધવામાં પણ સહાય મળે છે.
Chrome વેબ સ્ટોરની રેટિંગ અને રિવ્યૂ સંબંધિત પૉલિસીઓ નીચે મુજબ છે. અપમાનજનક હોય અથવા આ પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા હોય એવા રિવ્યૂ અને કૉમેન્ટ શોધવા માટે ઑટોમૅટિક રીતે અને માનવ દ્વારા થતા રિવ્યૂના સંયોજન મારફતે કાઢી નાખવાને આધીન હોય છે અને જે કોઈ વ્યક્તિ તેનું વારંવાર કે ગંભીર ઉલ્લંઘન કરે, તેમને Chrome વેબ સ્ટોર પર રિવ્યૂ પોસ્ટ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. જ્યાં સુધી તમે સમસ્યાનું નિરાકરણ કરવા માટે કૉમેન્ટ કે રિવ્યૂ ફરીથી સબમિટ ન કરો ત્યાં સુધી તેને અનિશ્ચિત સમય માટે હટાવવામાં આવશે. અમલીકરણ માટેના પગલાં ડિફૉલ્ટ તરીકે સમગ્ર વિશ્વમાં લાગુ થાય છે. જો અમલીકરણ માટેનું તમારું પગલું પ્રાદેશિક પ્રતિબંધને આધીન હોય, તો તમને એ તથ્યથી સૂચિત કરવામાં આવશે.
3.11a સ્પામ અને નકલી રિવ્યૂ: તમારા રિવ્યૂમાં તમારો અત્યાર સુધીનો કન્ટેન્ટ કે તમે રિવ્યૂ કરી રહ્યાં હો તે સેવા સંબંધિત અનુભવ દેખાવો જોઈએ.
3.11b અસંબંધિત વિષયવાળા રિવ્યૂ: રિવ્યૂને સંબંધિત વિષય સાથે વણેલા અને કન્ટેન્ટ, સેવા કે તમે રિવ્યૂ કરી રહ્યાં હો તે અનુભવ સાથે સુસંગત રાખો.
3.11c જાહેરાત: અમે ઇચ્છીએ છીએ કે રિવ્યૂ ઉપયોગી નીવડે અને જો તે તમે રિવ્યૂ કરી રહ્યાં હો એ કન્ટેન્ટ કે સેવા સિવાય અન્ય કોઈ બાબતનું પ્રમોશન કરતા હોય તો ઉપયોગી ન હોઈ શકે.
3.11d હિતની વિસંગતતા: રિવ્યૂ જ્યારે અસલી અને નિષ્પક્ષ હોય ત્યારે તે સૌથી વધુ મૂલ્યવાન બને છે. તે આર્થિક લાભથી પ્રેરિત ન થતા હોય તેવા લોકો દ્વારા લખાવા જોઈએ.
3.11e કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ: રિવ્યૂ તમારા પોતાના હોવા જોઈએ અને તેમાં તમારા વ્યક્તિગત અભિપ્રાયો હોવા જોઈએ.
3.11f વ્યક્તિગત અને ગોપનીય માહિતી: રિવ્યૂ અનુભવો શેર કરવા માટે હોય છે અને સંવેદનશીલ વ્યક્તિગત માહિતી જાહેર કર્યા વિના તમે જે રીતે અનુભવો છો તે વ્યક્ત કરી શકો છો.
3.11g ગેરકાનૂની કન્ટેન્ટ: તમારા રિવ્યૂમાં કાયદા અને તમે સંમત થયા હો એવી કોઈપણ શરત કે કાનૂની કરારોનું પાલન થવું આવશ્યક છે.
3.11h જાતીય રીતે અયોગ્ય કન્ટેન્ટ: Chrome વેબ સ્ટોર દરેક ઉંમરના ઑડિયન્સ માટે બનાવવામાં આવ્યું છે અને તેથી રિવ્યૂમાં એ વાત છતી થવી જોઈએ.
3.11i દ્વેષયુક્ત ભાષણ: Chrome વેબ સ્ટોર દરેક ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે અને તેથી રિવ્યૂમાં એ વાત છતી થવી જોઈએ.
3.11j અપમાનજનક રિવ્યૂ: Chrome વેબ સ્ટોર મનોરંજન અને માહિતી પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યું છે, કોઈના પર વ્યક્તિગત હુમલો કરવા કે કોઈને આઘાત પહોંચાડવા માટે નહીં.
4.1 (Google અથવા ત્રીજા પક્ષો દ્વારા ડેવલપ કરવામાં આવેલી) કેટલીક પ્રોડક્ટમાં એવી સુવિધાઓ હોઈ શકે છે જે Googleની બીજી પ્રોડક્ટ અને સેવાઓની સાથે સંયુક્તપણે ઉપયોગમાં લેવામાં આવતી હોય. તે મુજબ, તે પ્રોડક્ટ અને સેવાઓમાં આવી સુવિધાઓનો તમારો ઉપયોગ પણ https://policies.google.com/terms પર આવેલી Googleની સેવાની શરતો, https://policies.google.com/privacy પર આવેલી Googleની પ્રાઇવસી પૉલિસી તેમજ લાગુ પડતી કોઈપણ Google સેવા-વિશિષ્ટ સેવાની શરતો અને પ્રાઇવસી પૉલિસી દ્વારા સંચાલિત થાય છે.
4.2 Google દ્વારા ડેવલપ કરવામાં આવેલી પ્રોડક્ટનો તમારો ઉપયોગ વેબ સ્ટોરની આ સેવાની શરતો (Google દ્વારા ડેવલપ કરવામાં આવેલી પ્રોડક્ટ માટે વાપરનાર માટેની વધારાની શરતો)ની કલમ 8 દ્વારા સંચાલિત થાય છે.
કાયદા દ્વારા પરવાનગી આપવામાં આવેલી મહત્તમ હદ સુધી, તમે Google, તેના આનુષંગિકો અને તેમના સંબંધિત નિર્દેશકો, અધિકારીઓ, કર્મચારીઓ અને એજન્ટને કોઈપણ અને તમામ દાવા, પગલાં, સ્યૂટ અથવા કાર્યવાહીઓથી અને તેની વિરુદ્ધ, કોઈપણ અથવા બધી નુકસાનીઓ, જવાબદારીઓ, ક્ષતિઓ, તેમજ ડાઉનલોડિંગ, ઇન્સ્ટૉલેશન સહિત વેબ સ્ટોરના તમારા ઉપયોગ અથવા કોઈપણ પ્રોડક્ટના ઉપયોગ અથવા આ શરતોના તમારા ઉલ્લંઘન દ્વારા ઉદ્ભવતી ક્ષતિઓ, લાગતો અને ખર્ચાઓ (એટર્નીની વાજબી ફી સહિત)થી બચાવવા, નુકસાન ભરી આપવા અને ક્ષતિમુક્ત રાખવા માટે સંમત થાઓ છો.
વેબ સ્ટોર અથવા કોઈપણ પ્રોડક્ટ પરમાણુ સુવિધાઓ, જીવન રક્ષક પ્રણાલીઓ, ઇમર્જન્સી કમ્યુનિકેશન, એરક્રાફ્ટ નૅવિગેશન અથવા કમ્યુનિકેશન સિસ્ટમ, એર ટ્રાફિક નિયંત્રણ સિસ્ટમના સંચાલનમાં અથવા એવી કોઈપણ અન્ય ઍક્ટિવિટી કે જેના કિસ્સામાં પ્રોડક્ટની નિષ્ફળતા મૃત્યુ, વ્યક્તિગત ઈજા અથવા ગંભીર શારીરિક કે પર્યાવરણીય નુકસાન તરફ દોરી શકે તેવા ઉપયોગમાં લેવાના હેતુથી બનાવવામાં આવી નથી.
7.1 આ શરતો તમારી અને Googleની વચ્ચે સંપૂર્ણ કાનૂની કરારની રચના કરે છે અને તમારા વેબ સ્ટોર અને પ્રોડક્ટના ઉપયોગનું સંચાલન કરે છે અને તમારી અને Googleની વચ્ચેના વેબ સ્ટોર અને પ્રોડક્ટ સંબંધી અગાઉના બધા કરારોનું સંપૂર્ણ સ્થાન લે છે.
7.2 તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે Google જેની પેરેન્ટ છે તે કંપનીઓના ગ્રૂપનો દરેક સભ્ય આ શરતોનો તૃતીય પક્ષ હિતાધિકારી હશે અને આવી અન્ય કંપનીઓ તેમને લાભ (અથવા તેની તરફેણમાં હકો) પ્રદાન કરતી આ શરતોની કોઈપણ જોગવાઈ પ્રત્યક્ષ રીતે લાગુ કરવા અને તેના પર આધાર રાખવા માટે અધિકાર ધરાવે છે. આ સિવાય, અન્ય કોઈ વ્યક્તિ અથવા કંપની શરતો માટે તૃતીય પક્ષ હિતાધિકારી રહેશે નહીં.
7.3 તમે સંમત થાઓ છો કે Googleને કોઈપણ અધિકાર ક્ષેત્રમાં આદેશાત્મક વળતર (અથવા તો સમકક્ષ પ્રકારની ત્વરિત કાનૂની રાહત) માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે.
8.1 કોઈપણ પ્રોડક્ટ કે તેનો ભાગ ("પ્રોડક્ટ") ડાઉનલોડ કરીને, ઇન્સ્ટૉલ કરીને અથવા તેનો ઉપયોગ કરીને તમે https://policies.google.com/terms પર આવેલી Google સેવાની શરતો અને https://policies.google.com/privacy પર આવેલી Google પ્રાઇવસી પૉલિસી સ્વીકારો છો અને તેના સાથે બંધાવા માટે સંમત થાઓ છો.
તે જ પ્રમાણે, કોઈપણ પ્રોડક્ટ ડાઉનલોડ કરીને, ઇન્સ્ટૉલ કરીને અથવા તેનો ઉપયોગ કરીને તમે નીચેના વધારાના નિયમો અને શરતો ("નિયમો અને શરતો") સ્વીકારો છો અને તેની સાથે સંમત થાઓ છો.
8.2 પ્રોડક્ટ સંબંધિત આવા પ્રકારની સુવિધાઓનો તમારો ઉપયોગ અહીં ઉપલબ્ધ https://www.google.com/chrome/terms/ Google Chrome અને Chrome OSની વધારાની સેવાની શરતો, અહીં ઉપલબ્ધ https://www.google.com/chrome/privacy/ Chromeની પ્રાઇવસી નોટિસ તેમજ સેવા અનુસાર લાગુ Googleની સેવાની બધી શરતો તથા પ્રાઇવસી પૉલિસી દ્વારા પણ સંચાલિત થાય છે, જે સમય-સમય પર અને કોઈપણ સૂચના આપ્યા વગર અપડેટ થઈ શકે છે. પ્રોડક્ટનો તમારો સતત ઉપયોગ આ નિયમો અને શરતો તેમજ આ ફકરામાં સૂચિબદ્ધ થયેલી અન્ય શરતો સાથે તમારા કરારની રચના કરે છે. જો તમે સંમત ન થતા હો, તો કૃપા કરીને પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું બંધ કરો.
8.3 આ પ્રોડક્ટ, સંબંધિત કન્ટેન્ટ અને દસ્તાવેજીકરણ સંપૂર્ણપણે ખાનગી ભંડોળ દ્વારા ડેવલપ થયેલું છે. જો પ્રોડક્ટના વપરાશકર્તા યુનાઇટેડ સ્ટેટ્સ સરકારની કોઈ એજન્સી, વિભાગ, કર્મચારી કે અન્ય એકમ હોય, તો તેના માટે પ્રોડક્ટના ટેક્નિકલ ડેટા કે મેન્યુઅલ સહિત પ્રોડક્ટનો ઉપયોગ કરવો, તેનું ડુપ્લિકેશન, રિપ્રોડક્શન કરવું, તેને રિલીઝ કરવી, તેમાં ફેરફાર કરવો, સ્પષ્ટતા કરવી કે તેને ટ્રાન્સફર કરવી આ નિયમો અને શરતોમાં શામેલ નિયમો, શરતો અને કરારનામા અનુસાર પ્રતિબંધિત છે. નાગરિક એજન્સીઓ માટેના ફેડરલ એક્વિઝિશન રેગ્યુલેશન 12.212 અને લશ્કરી એજન્સીઓ માટેના ડીફેન્સ ફેડરલ એક્વિઝિશન રેગ્યુલેશન સપ્લિમેન્ટ 227.7202 અનુસાર, પ્રોડક્ટનો ઉપયોગ વધુમાં આ નિયમો અને શરતો દ્વારા મર્યાદિત છે.
8.4 સમય-સમય પર, Google નિર્ધારિત કરી શકે છે કે પ્રોડક્ટ Google Developersની શરતો અથવા અન્ય કાનૂની કરારો, કાયદા, અધિનિયમો અથવા પૉલિસીઓનું ઉલ્લંઘન કરે છે. તમે સ્વીકારો છો કે આવા કિસ્સામાં, Google તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી તમારી સિસ્ટમ પરથી તે પ્રોડક્ટને રિમોટલી અક્ષમ કરવાનો અથવા કાઢી નાખવાનો હક જાળવી રાખે છે. સમય-સમય પર, Google Chrome રિમોટ સર્વર પર ખામીના સુધારા અથવા વધારેલી કાર્યક્ષમતા સહિત પરંતુ ત્યાં સુધી મર્યાદિત નહીં તેવા, પ્રોડક્ટના ઉપલબ્ધ અપડેટ માટે ચેક કરી શકે છે. જો તમારા બ્રાઉઝરમાં આ કાર્યક્ષમતા હોય, તો તમે સંમત થાઓ છો કે ઑટોમૅટિક રીતે આવી અપડેટ માટે, કેટલીક પરિસ્થિતિઓમાં તમને વધુ સૂચના આપ્યા વિના, વિનંતી, ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કરવામાં આવશે.
8.5 આ નિયમો અને શરતો નીચે રજૂ કર્યા મુજબ તમારા કે Google દ્વારા સમાપ્ત કરવામાં ન આવે ત્યાં સુધી લાગુ થતા રહેશે. તમે તમારી સિસ્ટમ અથવા ડિવાઇસમાંથી પ્રોડક્ટને કાયમી ધોરણે સમગ્રપણે ડિલીટ કરીને આ નિયમો અને શરતો કોઈપણ સમયે સમાપ્ત કરી શકો છો. જો તમે આ નિયમો અને શરતોની કોઈપણ જોગવાઈનું પાલન કરવામાં નિષ્ફળ થાઓ, તો Google અથવા કોઈપણ ત્રીજા પક્ષ દ્વારા સૂચના અપાયા વિના તમારા હકો ઑટોમૅટિક રીતે અને તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવામાં આવશે. આવા કિસ્સામાં, તમારે પ્રોડક્ટને તાત્કાલિક ડિલીટ કરવી જરૂરી છે.
8.6 કાયદા દ્વારા આપવામાં આવેલી પરવાનગીની મહત્તમ હદ સુધી, તમે Google, તેના આનુષંગિકો અને તેમના સંબંધિત નિર્દેશકો, અધિકારીઓ, કર્મચારીઓ અને એજન્ટને કોઈપણ અને તમામ દાવાઓ, પગલાં, સ્યૂટ અને કાર્યવાહીઓથી અને તેની વિરૂદ્ધ, કોઈપણ અથવા બધી નુકસાનીઓ, જવાબદારીઓ, ક્ષતિઓ, તેમજ ડાઉનલોડિંગ, ઇન્સ્ટૉલેશન સહિત પ્રોડક્ટના તમારા ઉપયોગ અથવા આ નિયમો અને શરતોના તમારા ઉલ્લંઘન દ્વારા ઉદ્ભવતી ક્ષતિઓ, લાગતો અને ખર્ચાઓ (એટર્નીની વાજબી ફી સહિત)થી બચાવવા, નુકસાન ભરી આપવા અને ક્ષતિમુક્ત રાખવા માટે સંમત થાઓ છો.
8.7 આ પ્રોડક્ટ પરમાણુ સુવિધાઓ, જીવન રક્ષક પ્રણાલીઓ, ઇમર્જન્સી કમ્યુનિકેશન, એરક્રાફ્ટ નૅવિગેશન અથવા કમ્યુનિકેશન સિસ્ટમ, એર ટ્રાફિક નિયંત્રણ સિસ્ટમના સંચાલનમાં અથવા કોઈપણ અન્ય ઍક્ટિવિટી કે જેમાં પ્રોડક્ટની નિષ્ફળતા મૃત્યુ, વ્યક્તિગત ઈજા અથવા ગંભીર શારીરિક કે પર્યાવરણીય નુકસાન તરફ દોરી શકે તેવા ઉપયોગમાં લેવાના હેતુથી બનાવવામાં આવી નથી.
8.8 આ નિયમો અને શરતો તથા સંદર્ભ માટે સમાવિષ્ટ અન્ય શરતો તમારા અને Google વચ્ચે પ્રોડક્ટ સંબંધિત સમગ્ર કરારની રચના કરે છે અને પ્રોડક્ટના તમારા ઉપયોગનું સંચાલન કરે છે અને પ્રોડક્ટ અંગેના તમારા અને Google વચ્ચેના કોઈપણ અગાઉના અથવા સમકાલીન કરારોનું સંપૂર્ણ સ્થાન લે છે.
8.9 તમે સંમત થાઓ છો કે Googleને કોઈપણ અધિકાર ક્ષેત્રમાં આદેશાત્મક વળતર (અથવા તો સમકક્ષ પ્રકારની ત્વરિત કાનૂની રાહત) માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે.